top of page

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવા માં આવ્યો.




૨૪ ડીસેમ્બર, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમેતે પાટણ શહેરની શાળાઓ માં ગ્રાહક સુરક્ષા,જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ પ્રવુતિઓ યોજવામાં આવી હતી.

દેશભરમાં ૨૪મી ડિસેમ્બરે ના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવા માં આવ્યો હતો. પાટણ શહેર અને આસપાસના ગામોની શાળાઓના વિદ્યાથીઓ ને ગ્રાહક સુરક્ષા નું શિક્ષણ મળી રહે તેમજ ગ્રાહક તરીકે ની જાગૃતતા થાય અને ખાદ્યપદાર્થો માં ભેળસેળ ની જાગૃતતા આવે તે હેતુ થી જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા ૨૪ ડીસેમ્બરના રોજ શાળાઓ માં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી કરવા માં આવી હતી. જે અંતર્ગત શાળાના વિદ્યાથીઓ માટે ગ્રાહક જાગૃતિ અને શિક્ષણ માટે સેમીનાર, રેલી વિવિધ કાર્યક્રમો કરવા માં આવ્યા હતા. જે પૈકી પાટણ માં શેઠ શ્રી વી.કે. ભૂલા હાઈસ્કુલ, પાટણ, નિમાં હાઇસ્કુલ તા.સરસ્વતી, નૂતન વિનય મંદિર હાઇસ્કુલ પાટણ, ધી ન્યુ ઈરા હાઇસ્કુલ, પાટણ, શ્રી વી એમ દવે માધ્યમિક શાળા, પાટણ, જાફરી સ્કુલ, પાટણ, પી.પી.જી. એક્સપ્રીમેન્ટલ હાઇસ્કુલ, પાટણ, કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ, પાટણ, શ્રી કે.વી. પટેલ મેમોરીયલ હાઇસ્કુલ, પાટણ, શ્રી એસ. એમ. દેસાઈ ગોપાલક હાઇસ્કુલ, તા.સરસ્વતી, પી. એમ.પટેલ ગુરુકુળ વિદ્યા વિહાર, હાસાપુર, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લીક સ્કુલ, પાટણ, શ્રી જ્ઞાનમંદિર હાઇસ્કુલ પાટણ. શાળા ના આચાર્યો, શિક્ષકો, ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રતીનીધી તરીકે રોનક્ભાઈ મોદી દ્વ્રારા વિદ્યાથીઓને ગ્રાહક સુરક્ષા ના અધિકાર અને ફરજો વિષેની માહિતી આપવામાં આવી હતી.


269 views0 comments

Recent Posts

See All
bottom of page