top of page

ગ્રાહક સુરક્ષા કાયદા વિષે જાણો


https://www.myhelpline.org/consumer-awareness
https://www.myhelpline.org/consumer-awareness


ગ્રાહક સુરક્ષા કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે

•સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety) •જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information) •પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose) •રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard) •નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal) •ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)

ગ્રાહક બજાર વર્તમાન વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. તેથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ વિવિધ સ્તરેથી અસરકારક કાર્યો થવા જોઈએ. સદર કાયદો ગ્રાહકને તેની ફરિયાદનું સરળ, ઝડપી અને સસ્તી રીતે નિવારણ કરી યોગ્ય વળતર અપાવે છે. આ માટે અત્રે જણાવેલ માહિતી સર્વેને મદદરૂપ થશે.

ગ્રાહક એટલે જે વ્યકિત પોતાના અંગત ઉપયોગ માટે વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે. વપરાશકર્તાઓને આપવામાં આવતી કોઈપણ સેવાઓ જેવી કે બેંકિંગ, નાણાંકીય, વિમા, પરિવહન, પ્રક્રિયા, વીજ તથા અન્ય પૂરવઠો, રહેવા જમવાની સગવડ, મનોરંજન, સમાચાર, માહિતી પુરી પાડવી વગેરે. આમાં નિઃશુલ્ક સેવા કે વ્યકિતગત કરાર હેઠળની સેવાઓ ગણવાપાત્ર નથી. વસ્તુની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ક્ષમતા, નિયત ધોરણ મુજબની ન હોય તો તેને ખામીયુકત સામાન ગણાય. કાયદા પ્રમાણેના ધોરણો મુજબ ગુણવત્તા ન હોય કે કામગીરીમાં ખામી અથવા અપૂર્ણતા હોય તો તેને સેવામાં ઊણપ ગણાય છે. મોનોપલીઝ એન્ડ રિસ્ટ્રીકટીવ ટ્રેડ પ્રેકટાઈસીસ ( એમ. આર. ટી. પી. MRTP) એકટ ૧૯૬૯ની કલમ ૩૬/એ મુજબ ગ્રાહકના હિતના ભોગે માલ વેચવાની પ્રથા એટલે કે ટૂંકમાં અનુચિત વેપારધંધાની પ્રથા. છેતરામણી થાય તો ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ ગ્રાહકને લાગે કે પોતે છેતરાયેલ છે તો તેણે તે બાબતે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ કરવા માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ ત્રિસ્તરીય માળખાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કેન્દ્રિય કક્ષાએ આ વિભાગના મંત્રીશ્રીના વડપણ હેઠળ કેન્દ્રિય સમિતિ, રાજય વિભાગના રાજય સરકારશ્રીના મંત્રીશ્રીના વડપણ હેઠળ રાજય સમિતિ અને જિલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા ફોરમની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાહકે જો વસ્તુ અથવા સેવા અને વળતરની રકમ રૂપિયા એક લાખ કરતાં ઓછી હોય તો તે અંગેની ફરિયાદ જિલ્લા ફોરમમાં અને રૂપિયા એક લાખ કરતાં વધુ પરંતુ દસ લાખ કરતાં ઓછી હોય તો રાજય સમિતિમાં અને રૂપિયા ૧૦ લાખ કરતાં વધુ રકમ હોય તો ફરિયાદ રાષ્ટ્રીય સમિતિ સમક્ષ કરવાની રહે છે.

સદર કાયદા મુજબ છેતરાયેલ ગ્રાહક ફરિયાદ કરે તેમાં પ્રક્રિયા સરળ અને ઝડપી હોઈ ગ્રાહકને વળતર સમયમાં મળી રહે છે. વળી ઉપરોકત ત્રણે માળખામાં કોઈ ફી આપવાની હોતી નથી. ફરિયાદી પોતે અથવા તેના ધ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ પણ ફરિયાદ આપી શકે છે. આવી ફરિયાદ પોસ્ટથી પણ આપી શકાય છે. છેતરાયેલ ગ્રાહકે ફરિયાદમાં પોતાનું નામ તથા સરનામું, જેની સામે ફરિયાદ કરી હોય તેમનું પુરૂ નામ તથા સરનામું. ફરિયાદ સંબંધી વિગતો અને બિના કયારે બની તેની વિગતો તેમજ ફરિયાદ સંબંધી જરૂરી દસ્તાવેજો અને રાહત કે વળતર મેળવવાની ઈચ્છા વગેરે દર્શાવવી. વળતર :

ફરિયાદીની વિગતો તથા માંગેલ વળતર મુજબ ફોરમ માલમાં રેલ ખામીનું નિરાકરણ કરવા, માલ બદલી આપવી, માલની કિંમત પરત કરવા કે નુકશાન ઈજા સહન કરવા બદલ વળતર આપવા અંગેના આદેશ કરી શકે છે. અપીલ પ્રક્રિયા :

જિલ્લા ફોરમના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસની સમય મર્યાદામાં રાજય સમિતિને અપીલ કરી શકાય છે. તદઉપરાંત રાજય સમિતિના નિર્ણયથી અસંતોષ થાય તો પછીના ૩૦ દિવસમાં કેન્દ્રિય સમિતિને અપીલ કરી શકાય છે. ત્યારબાદ કેન્દ્રિય સમિતિના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. ફરિયાદના નિકાલ માટે :

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુળભૂત હેતુ ગ્રાહકને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે છે. તેથી જો ત્રણે કક્ષાએ જે કિસ્સામાં ચીજવસ્તુનું પરિક્ષણ કે વિશ્લેષણ જરૂરી ન હોય તો ત્રણ–પાંચ માસમાં ફરિયાદનું નિવારણ થાય છે. અપીલના કિસ્સામાં અપીલની પહેલી સુનાવણીથી ત્રણ માસના સમયગાળામાં તેનું નિવારણ કરાય છે.

Comments


Share your thoughts! 

JAGRUT GRAHAK MANDAL

Gujarat NGO

            Care of people

"Jagrut Grahak mandal", 9, BSNL Shop, Palika Bazaar, Rajmahel Road, Patan-384 265 (INDIA).

Phone: +91 94260 05090, 079 84215340, email: myhelpline@yahoo.com

  • Facebook Social Icon
  • Instagram Social Icon
  • Twitter Social Icon
  • LinkedIn Social Icon
  • YouTube Social  Icon
bottom of page