top of page
Writer's pictureAshwinkumar Modi

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૯

5 જૂન ૨૦૧૯ ના રોજ


નિમિતે જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા પર્યાવરણ રક્ષા અને પ્રદુષણ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક નહિ વાપરવા ની પ્રતિજ્ઞા લીધી હતી.સામૂહિક વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો.ત્યારબાદ મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી પર્યાવરણ રક્ષણનો સંદેશો આપ્યો હતો. જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા બુધવારના રોજ રાણકી વાવ ખાતે પર્યાવરણ ની રક્ષા અંગે પ્રતિજ્ઞા વાંચન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રમુખ કામીનીબેન મોદી (I/c), ઉપપ્રમુખ શ્રીમતી યામિનીબેન દેસાઈ, સભ્ય શ્રી મેહુલભાઈ સોની, શ્રી પરેશભા

ઈ પ્રજાપતિ, મોહમદઅલી મોમીન, દર્શનભાઈ પટેલ, રોનક્ભાઈ મોદી હાજર રહયા હતા. પર્યાવરણની રક્ષા તથા પ્લાસ્ટિક નહીં વાપરવાનો આગ્રહ રાખતી પ્રતિજ્ઞા સહુ યે લીધી હતી ત્યાર બાદ સમુહ માં વૃક્ષા રોપણ થયું હતું જેમાં મહેસભાઈ ગાંધી નિકુંજ ભાઇ સાહ , તથા બહેનો હાજર રહ્યા હતા ત્યારબાદ પ્રમુખ સ્વામી હોલ થી જન જાગૃતિ રેલી નિકળી હતી. જેમાં કામીનીબેન મોદી (I/c) પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું રેલી મૂખ્ય માર્ગો પર નિકળી ભગીનીસમાંજ કાર્યાલય ખાતે પહોંચી હતી.

1 view0 comments

Comments


bottom of page