જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા ઓનલાઈન વેબિનાર ના માધ્યમ થી રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ૨૦૨૦ ની ઉજવણી
જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા ગુજરાત રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક શ્રી ગ્રાહક બાબતો નો વિભાગ ગુજરાત રાજ્ય ના સહયોગ થી ચાલુ વર્ષે ૨૪મી ડીસેમ્બ
ર ૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ૨૦૨૦ ની ઉજવણી "New Features of Consumer Protection Act-2019" આ વિષય ઉપર રાજ્ય કક્ષાનો સેમીનાર નું આયોજન ઓનલાઈન વેબિનાર ના માધ્યમ થી કરવામાં આવેલ હતું.
આ વેબિનાર માં ભારત સરકાર દ્વારા નક્કી કરેલ થીમ "New Features of Consumer Protection Act-2019" વિષય ઉપર જાગૃતતા અને અધિકારોની જાણકારી, પ્રોદ્ક્ત લાયાબિલીટી, મિસ લીડીંગ એડવેટાઈઝમેન્ટ, પેનલ્ટી ની નવી જોગ્વાઇઓ તથા પ્રોદ્ક્ત પેકેઝીંગ ની પાહીતી જેવા વિષયો ઉપર આ વેબિનારમાં વિવિધ નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માં ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં અધ્યક્ષ તરીકે શ્રી મોહમદ સાહીદ (આઈ.એ.એસ) (સચિવ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો નો વિભાગ) , મુખ્ય અતિથી તરીકે શ્રી જસ્ટિસ વી.પી. પટેલ (પ્રમુખ,ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્ય), વિશેષ અતિથી શ્રી ડી.એલ.પરમાર (નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક શ્રી ગ્રાહક બાબતો નો વિભાગ ગુજરાત રાજ્ય), મુખ્ય વક્તા તરીકે શ્રી રાજીવ મહેતા (પ્રતિનિધિ,ગ્રાહક ફરિયાદ નિવારણ મંચ ગુજરાત રાજ્ય), શ્રી જે.જી. મેકવાન (સભ્યશ્રી, ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્ય, શ્રી પી.સી. ઠાકર (પ્રમુખ,ગ્રાહક તકરાર નિવારણ કમિશન, મહેસાણા), શ્રી એન. એમ. રાઠોડ (મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન, મહેસાણા,પાટણ) અને આયોજક તરીકે ડૉ. અશ્વિન મોદી (કા. પ્રમુખ જાગૃત ગ્રાહક મંડળ પાટણ) તથા રોનક મોદી અને મોહ્મ્મદઅલી મોમીન (પ્રતિનિધિ જાગૃત ગ્રાહક મંડળ પાટણ) હાજરી આપી હતી, જેમાં અતિથી તરીકે ગુજરાત રાજયના વિવિધ વિભાગોના પ્રતિનિધિ, દરેક જીલ્લા/તાલુકા સ્તરે કાર્યરત ગ્રાહકો સુરક્ષામંડળ ના પ્રતિનિધિ, શાળાના શિક્ષકો, કોલેજના પ્રોફેસર, વિદ્યાથીઓ, તથા ગુજરાત રાજ્યના ૧૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહી આ વેબિનારને સફળ બનાવ્યો હતો.
Recent Posts
See AllUttar Gujarat Vij Company Ltd sponsored a seminar on "Energy Conservation" organised by Jagrut Grahak Mandal Patan and Sankalchand Patel...
Comments